Wednesday, December 12, 2012

નિર્ધાર ગીત 
ગુર્જર ક્ષત્રિય કેરો સિંહ નાદ છે આ હાલાર નો
વિશ્વકર્મા ના પુત્રો નો પડકાર છે આ પ્રેમ નો .........ખોશું નહિ આ મોકો નિર્ધાર છે અમારો

ગગનચુંબી ઈમારતો છે હાથવગી અમને
કારણ અમ હાથ માં વાસુદેવ વાસ છે તારો .
કર્યા છે ઘણા કામ ખેલ ખેલ માં સ્વાર્થ કાજે

નાનકડું આ સમર્પણ છે તુજ સેવા કાજે              ખોશું નહિ આ મોકો ,એક જ નિર્ધાર છે  વારેવારે 

સંપી ને ઉપાડ્શું ગોવર્ધન તારા ઈશારે
નથી નાના કે નથી મોટા, છીએ બસ તારા
અમારા છે તેને બસ રાખવા છે હૃદય માં
 તારું છે તુજ ને અર્પણ તુલસીદલ ની શાખે         ખોશું નહિ આ મોકો ,એક જ નિર્ધાર છે વારેવારે 

ન્યોચ્છાવર  તન મન ધન ,પાલવે નહિ અટકવું
સુગંધી  હાલાર ની માટી નું છે  કુમકુમ તિલક  કપાળે
આગેબઢો આ  લાલ લોહી નો ચાંદલો  કર્યો છે સગપણ નો ,
માં સરસ્વતી સ્વાગત કરશું દિલોજાન થી વચન છે ક્ષત્રિયો નું ......ખોશું નહિ આ મોકો ,એક જ નિર્ધાર છે વારેવારે 


સમાજ માં જરૂર  છે સૌ બાંધવો ને તુજ વાત્સલ્યની
સાહસ અને શક્તિ ઐશ્વર્યા અને સંપ નથી તુજ વિના
આસુરી અવિદ્યા ભગાડવા ,કટ્ટી બદ્ધ છે અમ સમાજ
રણભેરી શંખ વગાડીએ છીએ ,દે આશીર્વાદ  પ્રેમ થી   બસ હવે ખોશું નહિ આ મોકો ,એક જ નિર્ધાર છે વારેવારે